કરી મુલાકાત આજે મેં મારી જાત સાથે,
મળી કેટલીય અપેક્ષાઓ અને
મળ્યાં કેટલાંય સપનાઓ આંખોમાં.
વાત કરી જ્યારે પોતાની જાત સાથે
એ મુલાકાતમાં તો જાણી શકાયું,
છે ઘણી ફરિયાદો એને કોઈકની...
ખબર પડી પછીથી કે એ તો
છે માત્ર વહેમની ફરિયાદો...
છે જીંદગી મારી ઘણી જ મજાની,
નાહક વેડફવી કરીને ફરિયાદો...
અંતે મળી શાંતિ મનને જાણીને,
સફળ રહી મુલાકાત મારી
મારી જાત સાથેની...
-Mrs. Snehal Rajan Jani