પિતાની આકરી મેહનત બાળકના શોખ માટે નથી હોતી.
કોઈની આગળ હાથ લાંબો ન કરવો પડે,
પોતાની પત્ની,માતા પિતા બહેનો અને બીજા ઘણા સબંધીઓને પણ જરૂર પડ્યે સાથ આપવાની તેમની જવાબદારી હોય છે.
બાળક એ સમજવું જોઈએ કે જો તમે કઈક જતું કરવા માટે રાજી ન હોવ,
જેને પેશન સમજી ક્યારેક ખોટા શોખને પાળો છો અને કોઈ સંજોગોમાં એને સમાધાન કરવા રાજી નથી હોતા તો
તમારા માતા પિતાના પણ સપનાઓ તો જરૂર હશે ને !
મનુષ્યને બે હાથ આપવા માટે એક કારણ એ પણ છે કે એક હાથથી તમે કઈક લઈ શકો છો બીજા હાથથી તમારે યથાશક્તિ કઈક આપવું પડે છે.
માતા પિતા જો તમને જીવન આપી આટલું કરી રહ્યા હોય તો તમારે પણ તેઓની ખુશીનું ધ્યાન રાખવાનું જરૂરી જ છે .