ઢેબરમાંથી ધોધ બનતી,
રણ રેતીમાં એ રમતી,
કંદરામાં નાચતી કૂદતી
આબુમાં આનંદ ભરતી.
દાંતીવાડે બની દરિયો !
દુષ્કાળે સુકાળ કરીયો.
ઋષિએ "बिनास" કીધી,
પાવન પાલણ* નગરી કીધી.
તૃપ્ત થયું થરા વઢીયાર !
રાધનપુરની શું વાત યાર!
કલકલ કરતી મસ્તી કરતી!
પાપનાશીની અંતે રણમાં સમાઈ,
ધોતાં પાપ રણે,ગોદમાં સમાઈ.
બનાસ અમારી માતા,
તુજને વંદન વારંવાર....
તુજને વંદન વારંવાર,
તુજને વંદન વારંવાર...(3)
- સવદાનજી મકવાણા
( વાત્ત્સલ્ય )
*પાલનપુર