વિશ્વનો પાલનહાર જુઓ
કેવા કેવા ખેલ રચાવે
કારાવાસમાં જન્મીને કાનો
ગોકુલમાં ગાયો ચરાવે
માટીથી ખરડાયેલા મુખે
બ્રહ્માંડના દર્શન કરાવે
મટુકી ફોડી ગોપીઓની
ગોરસને જમીન પર રેલાવે
ચોરી છૂપીથી ગોપ બાલોને
માખણનું રસપાન કરાવે
ભગનાન ખુદ પારણે ઝૂલેને
ભક્તો હેતથી પારણું ઝૂલાવે…
-કામિની