કદંબને ડાળ યમુનાને પાળ
હિંડોળામાં ઝૂલે બાળ ગોપાળ
રેશમનીદોરીને ફુલોનો શણગાર
પીતાંબરને મોરપિંચ્છથી કાનો
સોહે છે અપાર
હરખના અતિરેકથી ઝૂલાવે
વ્રજની નાર
પારણામાં પોઢેલો કાનો મલકે
વારંવાર
નિરખી કાનુડાને વ્રજવાસીઓને
ખુશી થાય અપરંપાર
હરખઘેલા નંદ જશોદાની આંખોથી
અશ્રુ વરસે અનરાધાર…
-કામિની