મેહંદી ઉતરી ને એની ભાત રહી ગઈ ,
ચણોઠી ચડીને મારી જાત વહી ગઈ .
પાલવનો છેડો બંધાયો હીરની દોર ...,
ચિચિયારી આંગણાની મને કહી ગઈ .
બાગમાં વાવેલા જૂઈના વેલા ઉછેર્યા હેતથી ,
સુગંધ..... એ વેલાની .. ચોમેર રહી ગઈ .
વારસદાર રહ્યા ભઈ અમે પાનખર ના ,
સળગ્યું સુકું ભટ્ટ ને રાખ એની રહી ગઈ .
ચોમાસા અંતે વાવ્યા નયનો મહી અમે ..,
આંસુ સુકાયા ..,ને ઉઘાડ તોઈ.. ઝાકળ રહી ગઈ .
૧૩-૦૨-૨૦૧૬
કૃતિ રાવલ