જીવન
આજ કાલ ની જીવનશૈલીમાં જીવનનું મહત્વ જ વધી ગયું છે. લોકો કોરોના થી ડરી રહ્યા છે. ઘણા બધા રોગોને જીવનમાં રાખી રહ્યા છે.
દરેક વ્યક્તિને પોતાની જિંદગી જીવવાનો હક છે. એવું જેને પણ કીધું છે એ સાવ ખોટું કીધું છે. બાળપણ થી લઈને વૃધ્ધાવસ્થા સુધી બધા ને ગમે એમ જ જીવવાનું એવું થઈ ગયું છે. બાલ્યવસ્થામાં માતા પિતાને ગમે એમ , જુવાનીમાં boss ને ગમે અને પછી પત્નિ કે પતિ ને ગમે એમ ને જો જરા પણ પોતાની જાતને પોતાની રીતે ઠાળ આપે તો બધા કેશે કેવી મનમાની કરે છે.
જીવન તો આવે એમ જીવાય ને ઘણા લોકોનું જીવન તો પરિસ્થિતિ પર જ આધારિત હોય છે. ઘણા લોકો જીવનમાં નાનીનાની વાતમાં હારી ને માનસિક રીતે ભાંગી પડે છે. પણ શા માટે ભાંગી પડવાનું જીવન છે તો નાની શું મોટી પણ મુશ્કેલીઓ તો આવશે પણ ક્યારેય ભાંગી નઈ પડવાનું હંમેશા પરિસ્થિતિ સામનો કરવાનો ને જો સામનો ના કરી શકો તો એટલું તો જરૂર કરો કે થોડો સમય રાહ જુઓ કંઈક તો રસ્તો નીકળશે. જે લોકો જીવન ટુંકાવે છે એ લોકો ના જીવનમાં શું એ પરિસ્થિતિ સિવાય કંઈ જ નહીં હોય ? પોતાની જાતને બીજી પ્રવૃત્તિ તરફ લઈ જાવ પછી જીવન માં પરિસ્થિતિ આપો આપ સારી થઈ જશે. પોતાનું જીવન ટૂંકાવતા પેલા દરેક વ્યક્તિએ બે વાતનો વિચાર કરવો પડે કે આજીવન માતાએ આપેલું છે તો અત્યાર સુધી એમને તમને મોટા કરી કંઈક બની જાઓ એની માટે રાત દિવસ એક કર્યા છે. તમારી આસપાસ ના વ્યક્તિ તમારા માતાપિતા, પત્ની કે પતિ અથવા બાળકોનું શું થશે એ વિચારવું જોઈએ. આ થઈ પેલી વેટ બીજી વાત એ કે ભગવતગીતા માં લખેલું છે કે દરેક વ્યક્તિને ભગવાને કંઈક તો કરવા માટે અવતરિત કર્યા છે તો એવું કંઈક કરવું જોઈએ કે તમને પણ થઈ કે મેં કંઈક તો જીવનમાં કર્યું છે.