જરૂરત સમયે હું દીકરો
જરૂરત પૂરી થતાં જ
ફરી દિકરી બની જાવ છું..
નથી મારા વિચારોનું કોઈ સ્થાન
નથી મારી ઈચ્છાઓનુ કોઈ માન
કઠપૂતળી સમ બનતી જાવ છું..
માણસ તો ખાલી શબ્દ પકડનારો
ભાવમાં તો માત્ર હું જ ખોવાય જાવ છું..
લે’ને તારા આપેલા વિચારોનુ પોટલું
રાખને તું જ
અથવા આપ બીજા કોઈને
જ્યાં હોય એનું કોઈ સ્થાન..
રાખ તારા પરમાર્થનાં કાર્યો તારી પાસ
’ને આપ મને તુજ ચરણોમાં સ્થાન..
બસ આ એક જ ઈચ્છામાં હવે
જીવન વિતાવતી જાવ છું..!!
- श्रद्धा