કેમ રે ! સપનાં આમ વારે વારે દોડી આવે છે..!!
જેટલી દૂર ભાગુ છું, એટલી જ ઝડપી ગતિએ,
ફરી ફરી આંખોમાં છલકાઈ આવે છે..!!
કેમ રે! આમ વારે વારે એક જ દ્રશ્ય બતાવે છે..!!
જેટલી આંખ મિચું છું, એ દ્રશ્ય ગાઢ,
ફરી ફરી આંખોમાં તરી આવે છે..!!
કેમ રે! આમ વારે વારે એક જ રાહ બતાવે છે..!!
જેટલી સ્વયંને સમજાવું છું, સમજ ને બહકાવી,
ફરી ફરી આંખોની નિંદ્રા ચોરી આવે છે..!!
કેમ રે! આમ વારે વારે સીડી એ બતાવે છે..!!
જેટલી દૂર ભાગુ છું, આ સફળતાના રસ્તાથી,
ફરી ફરી આંખોને એ માર્ગે લપસાવી આવે છે..!!
કેમ રે ! સપનાં આમ વારે વારે દોડી આવે છે..!!
કેમ ? કેમ ? કેમ?
નથી જોઈતું મારે કોઈ સપનું હવે..
જીવવું છે..બસ એમ..એમ..ને એમ..!!
- श्रद्धा