ખ્વાહિશ એટલી જ હતી કે કોઈ ખ્વાહિશ ના હતી
હતી એક માંગણી છતાં કોઈ માંગણી ના હતી
હૃદયના તાર ચૂક્યા હતા ધબકાર એવી કોઈ મહેર હતી
સદીઓ જૂની ઈચ્છાઓ જાણે આવી કોઈ શહેર હતી
ના હતો કોઈ પુકાર, છતાં વાણીમાં કશીક કહેણ હતી
ચડી હતી વાદળી, મનમાં અમી છાંટણાની લહેર હતી
કોરી રહી ભીંજાઈ ગઈ, ઘનઘોર વાદળોએ કરી આગાહી હતી
વીજળીના ચમકારે, જાણે આસમાન આખાએ કરી સગાઈ હતી
અષાઢી અર્ધચંદ્રાકારમાં જાણે ખુશીઓની કરેલી પહેલ હતી
વર્ષાની રાહ દીઠતા ખેડુ સમ હૃદય આંગણે પ્રતિક્ષાની લહેર હતી
અરમાનો સારથી બન્યા, રથે બેસનાર પ્રિત કરી પાંખડી હતી
રુકમણી સમ પત્રો લઈ નીકળી પ્રણયની રથયાત્રાની સવારી હતી
કવિતા કે ગઝલ લખી જાણે ”કૃષ્ણ”, લાગે છે જાણે કોઈ કહાણી હતી
”રાધા”ની યાદમાં બની યમુના પાણી, અષાઢી મેઘમાં આંખો પાણી પાણી હતી !!
-श्रद्धा