ડોકટરનો વ્યવસાય અપનાવી
સેવાનું કાર્ય આરંભી દીધું
ચીસા ચીસ ને બુમાબુમમાં પણ
આનંદ મેળવવાનું શીખી લીધું
નાત જાતનો બાધ નહીંને
ગરીબી અમીરીમાં ફર્ક નહીં
માનવતાનો ધર્મ અપનાવી
કર્મોનું પોટલું બાંધી દીધું
પરિવારને ગૌણ ગણીને
પ્રસંગોને નજરઅંદાજ કર્યાં
દર્દીઓના દર્દ દૂર કરીને
અંતરને અભિભૂત કર્યાં
આ ડોકટર નામે માણસને
માટેજ તો ભગવાન ને સમકક્ષ કર્યાં...
-કામિની