Quotes by Varsha Shah in Bitesapp read free

Varsha Shah

Varsha Shah

@varsha51


# mango

આજે મેંગોના એટલા મીઠા બાઇટ્સ મળ્યા કે
આવતી સિઝન સુધી એની મીઠાશ યાદ રહેશે.😋
આમે ય આર્દ્રા નક્ષત્ર બેસી ગયા પછી કેરી જૈન
ધર્મમાં વર્જ્ય છે. ગુજરાતમાં હવે અમુક જાતની
કેરીના વળતા પાણી ગણાય.કેરીના શોખીનો
હવે શોકાતુર!!!😭

--વર્ષા શાહ

Read More

પોતાની જાતને ન્યાય અપાવનાર વગર ડીગ્રીએ
વગર કોર્ટ ના પગથિયે ચઢનાર હું સફળ વકીલ છું😏
પણ અત અંતરાત્માના ચૂકાદા સામે નતમસ્તક
થઈ જાઉં છું.😔

--વર્ષા શાહ

Read More

# જોકર

નિર્દોષ રીતે હસતી અને હસાવતી વ્યક્તિ બધાનું પ્રિય પાત્ર બને છે અને આપણને પણ ક્યાંક ને ક્યાંક હળવી રમૂજ
રેલાવવી ગમે છે ત્યારે આપણે જોક કરનાર બનીએ જ છીએ. દિવસમાં થોડી આવી હળવી પળો તન અને મનના ટોનિક સમી બની રહે છે.

--વર્ષા શાહ

Read More

# Mindset

માઇન્ડ સેટ -અર્થાત વ્યક્તિ, પરિવાર, કે સમાજની માનસિક સ્થિતિ કહો કે વિચારધારા કહો એ નિર્માણ થવા પાછળ અનેક પરિબળો કામ કરતાં હોય છે.

એકાદ વ્યક્તિના વિચારવિશ્વ પર એના જન્માંતરના સંસ્કાર એના ઉછેર, એની આસપાસની પરિસ્થિતિ
વગેરેની અસર થાય છે.વ્યક્તિને જે વિચારો મળે
તેનાથી તેનું વિચાર વિશ્વ ઘડાય છે એ દેખીતી હકીકત છે પણ માણસ જો ધારે તો પોતાની વિચારધારાને
ઉત્તમ બનાવી શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણ કરી શકે.

--વર્ષા શાહ

Read More

હું ? હા ! હું તો ખાઉં ને ગાઉ,
હું તો હસું ને ગાઉ
હિંચકે ઝૂલું ને ગાઉ
સાંભળે ના ભલે કોઈ
ગીતમાં મેં ઉદાસી ખોઇ
ટાણે ગાઉ, કટાણે મૌન,
ભલે
મન ગાયે મૂંગી સરગમ !
મારે ને ગીત ને એવો સંબંધ

--વર્ષા શાહ

Read More

# ડ્રામા

નાટકમાં કલાકાર અને પાત્ર જુદા હોઇને એકત્ર થાય છે, જિંદગીમાં એક જ હોઇને પણ બહુધા માણસના આંતર વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ જુદાં થતાં રહે છે.

--વર્ષા શાહ

Read More

હિન્દી ફિલ્મ્સમાં બોલાતા કેટલાક શબ્દ હિન્દી અંગ્રેજી ના મિશ્રણથી બન્યા છે તેવો એક શબ્દ એટલે ડ્રામેબાજી.

--વર્ષા શાહ

Read More

# beauty

દ્દૃષ્ટિકોણ ખીલેલો હોય તેને માટે,
માનવજીવન એટલે સૌંદર્ય અને કર્તવ્યનો અનુભવ!

life is both, beauty and duty!

--વર્ષા શાહ

Read More

કલાકાર સર્જનમાં પોતાનું કાંઇક નવતર ઉમેરે ત્યારે જ પ્રશંસા પામતો હોય છે,પછી તે ક્ષેત્ર સંગીતનું નૃત્યનું ચિત્રનું કે શિલ્પનું કે બીજી કોઈ કલાનું.
એક ગુરુ પોતાનાથી સવાયો શિષ્ય નિર્માણ કરે છે અથવા એક શિક્ષક ઉમદા વિદ્યાર્થી તૈયાર કરે છે ત્યારે એ ગુરુ અને એ શિક્ષક કલાકાર જ કહેવાવા જોઈએ.

--વર્ષા શાહ

Read More

શું નાની કે શું મોટી ! સફળતા મળે;
વધે હર્ષ,સંતોષ,ને ગૌરવ તે પળે !

--વર્ષા શાહ