કવિતા: વૃક્ષ
જગત કલ્યાણ માટે માનવી,
જ્યાં બીજ વાવે છે.
ધરા પોષે છે,
પ્રકૃતિ એને સજાવે છે.
મળે છે ત્યાં પછી વિશ્રામ
માનવ અને પશુઓને.
હજારો પર્ણો સાધી સંગઠન,
છાંયો બનાવે છે.
વસાહત આ પંખીઓ ,
વૃક્ષો ના ખોળે જઈ વસાવે છે.
ફરી કોઈ કનૈયો ત્યાં,
જઈ બંસી બજાવે છે.
વધુ વૃક્ષો ને વાવો ,
તો વધુ વરસાદ લાવે છે.
કવિ: કુતુબ આઝાદ
પ્રકૃતિ સામાયિક
વન વિભાગ , ગુજરાત રાજ્ય
અંક:૧૯, નવેમ્બર ૨૦૧૦
સંકલન અને પ્રસ્તુત કર્તા: ડો ભૈરવસિંહ રાઓલ