વરસાદ વરસે તો સારું.
કેમકે મને વરસાદ બહુ જ ગમે છે.
આવ ને યાર મારાં બાળતરું તડકો સહન નથી કરી શકતાં.
પક્ષીઓ છાંયડો શોધે છે,પરંતુ વૃક્ષ પણ તારા વગર ઢીલું છે.તું વરસવા લાગ વ્હાલા! તારા વરસ્યા વગર બધુજ નકામું લાગે છે.બેચેન મન મારું તારી દરરોજ રાહ જુએ છે. સવારે 5 વાગે જાગીને આકાશ બાજુ જોઉં છું અને રાત્રે સૂતાં પહેલાં ચંદરવો ઢીલો જોઈ હું નરવશ થઇ જાઉં છું. વ્હાલા વરસી જા!
- વાત્ત્સલ્ય