તલવારના એ તિક્ષ્ણ ઘાઓ ઢાલ બની પિતા સહી જાય છે
હૃદયે વસાવી વ્હાલનો દરિયો, કંટક પોતે સહી જાય છે
હોય છે મન પિતાનું પણ નાજુક છતાં અળખામણા બની જાય છે
નથી દેખાતા અશ્રુ એમના જે અંતરમાં વહી જાય છે
પોતાના સઘળા શોખ અને ઈચ્છાઓ એક પિતા ત્યાગી જાય છે
સંતાન સુખી કરવા એ ગમે તેવા પ્રહારો સહી જાય છે
દિકરી માટે સુપરમેન, તો દીકરા માટે રોલ મોડલ બની જાય છે
આ પિતા જ છે કહ્યા વિના પણ ઘણું ઘણું કહી જાય છે
જિંદગીની છત્ર છાંયા સમાન પિતા કેવા લાડકોડ કરાવી જાય છે
નોધારા છે સંતાનો,જેના અધ્ધ વચ્ચેથી જિંદગી પિતા છીનવી જાય છે
દૂર હોવા છતાં ” આશિષ”રૂપી ફૂલ સદાએ વરસાવી જાય છે
પિતાના ગયા બાદ ”માતા” જ પિતાનું સ્થાન પણ શોભાવી જાય છે..
-श्रद्धा