આજે એક પણ ઉધરસ નથી આવી,શું વાત છે? કઈ ખરાબ તો નહીં થયું હોય ને આવી કુશંકા સાથે પ્રભાબેન પોતાનાં રૂમમાં મહાદેવભાઈ પાસે આવ્યા પથારી પાસે આમતેમ આંટા મારી ને તેમના ઊઠવાની રાહ જોવા લાગ્યા બે વાર તો મોઢા સામે જોવાઈ ગયું કે બેભાન તો નથી ને? ત્યાં જ મહાદેવભાઈ બોલ્યા," આદુ વળી ગરમ ગરમ ચા બનાવી દે ગઈ કાલનો નિર્ધાર કરી ને જ આવ્યો છું કે હવે સોપારીનો એક દાણો પણ નથી ખાવો અમારી ફેક્ટરીમાં કામ કરતા પેલા રવજી ને કેન્સર નિદાન થયું ને મારી આંખો ખૂલી ગઈ," અને પ્રભાબેન ખુશ થઈ ને દોડયા ગેસ પેટાવા ને બોલ્યા હાશ ચાલો આ રોજ ઊધરસ આવે ને મને થાય કે તમને કેમ સમજાવુ કે આ તમાકું સોપારી બંધ કરૉ! હુ તમને રોજ કેશો એટલી ચા પાઈશ. અને પછી બે ચા લઈને બારીની બહાર થઈ ગયેલા સૂર્યોદયને જોતા જોતા બને આરામથી પીતા હતા.