Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી પરાણે આપેલી આઝાદીને, મેં સ્નેહથી વધાવી લીધી,
ને મળેલ મારી જન્મસિદ્ધ આઝાદીને,પરાવલંબી બનાવી લીધી,

અધિકાર તે આપ્યા જ એટલા, જેટલા તારે મન તને યોગ્ય હતા,
મેં તો એ પણ ન માગ્યું હકથી, જે મારા જ હકમાં હતા,

સ્વતંત્રતા, સ્વાધીનતા, સ્વેચ્છાએ તારી હોમી દીધી,
છતાં હર સમય કહેતો તું, હું તો સ્વછંદી નીકળી,

માનું વાત તારી દરેક હસતાં મોઢે હામી ભરું,
ભલે રડતું હોય હૃદય, હું હસ્તે હોઠે તુજને મલું,

સંસાર તારો સાચવ્યો મેં, મુજ ઘર ને માવતર ગણી,
વારી આવી મુજ પિયરની, તે ત્યાં મુજને જ પારકી ગણી,

શું કરવું ત્યાં જઈને, ત્યાં તને શા કામ,
આરામ જ છે કરવું તો રહે ને અહીજ થઈ ઘડી,

કામ જ શો હોય છે તને, આખો દિ તું નવરી હોય,
રસોઈ કરવી, છોકરા સાચવવા, એનાથી વધુ શું હોય,

વ્હેણ તારા ચુભે કાળજે, જેમ ખુંચે પગમાં શૂળ,
વરી તુજને પ્રીતથી, શું એ જ હતી મારી ભૂલ???

યાદોના ભમ્મર તારા આજ મુજને કોરી ખાય છે,
કેટલું સમજાવું મનને તોય, તુંજ તરફ જ દોડી જાય છે,

આ ભમ્મર મારો પીછો કદી છોડશે કે નહિ???
આ મન મારું તુંજ સંગ પાછું દોડશે કે નહિ???


B+ve

Gujarati Blog by Krishna : 111807207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now