આ વીતતાં સમયને લગામ કયાંથી?
સરકી જાય છે અનમોલ પળ આથી જ..
લાગણીમાં હૂંફનો સ્પર્શ ભળે ક્યાંથી?
નિસ્વાર્થ ખર્ચાય છે સ્વાર્થીમાં આથી જ..
આ ધરા ગગનનો મેળ ક્યાંથી?
વરસી પડે છે વાદળો આથી જ..
આ બેચેન મનને શાંતિ મળે ક્યાંથી?
ભીતર અહમનો ગુમાન આથી જ..
નિર્મોહી પ્રેમને મંજિલ મળે ક્યાંથી?
પ્રતીક્ષામાં સદીઓ વિતે છે આથી જ..
દર્શના રાધે રાધે