હું અને મારા અહેસાસ
જીંદગી તો જીવવાની વાત છે,
મનભરીને માણવાની વાત છે.
આંધી કે તોફાન આવે તે છતાં,
સાથ કાયમ આવવાની વાત છે.
સુરમાં ના ગાવો તો પણ ચાલશે,
ગીત ગઝલ બોલવાની વાત છે.
જે ભરોસાથી કહેલો હોય તે,
રાઝ છૂપો રાખવાની વાત છે.
સ્વજનો સામે યુધ્ધમાં આપણે,
દિલ ખુશીથી હારવાની વાત છે.
૭-૪-૨૦૨૨ સખી
દર્શિતા બાબુભાઇ શાહ