નાની અમથી એ વાત પણ જરાક જ હતી ...
પાપણો બીડાઈ ત્યારે આખોમા ભીનાશ હતી .
જરા જુકાવી ગરદન અને બ્રહ્માંડ મપાઈ ગયુ...
ખોળામા રાખેલ ને બસ મોરપીછ ની કચાશ હતી .
જાગ કબીરા, કહેતી જાણે એના પગલા ની પણછ..
સંશય મા રહેલ માહ્યલા અર્જુન ને જગાડતી હતી .
નેજવુ કરી કેટલાય વાદળોની સંતાકૂકડી જોઈ અમે..
હેલી ત્યારેજ આવી જ્યારે હ્રદય મા ભીનાશ હતી.
શબ્દો,વાક્યો,પુસ્તકો અને ગ્રંથો બધુ જ સંકેલાઈ ગયુ..
કુતુહલતા જ્યારે ઘોડીયા માથી બહાર ડોકાતી હતી .