ફૂલ રાખો કે તમે એપ્રિલફૂલ રાખો;
પણ જાતને હંમેશા બ્યૂટીફૂલ રાખો.
વાત વાતમાં ગુસ્સો કરવો હાનિકારક છે;
માટે મગજ અને મનને હંમેશા કૂલ રાખો.
પ્રેમ કર્યો છે તો બિલકુલ ગભરાતા નઈ;
સાથે બીલ ચૂકવવા પોકેટમની ફૂલ રાખો.
માંદગી તમારા આંગણે ટકોરા નઈ મારે;
કરો કસરત અને મનને હળવું ફૂલ રાખો.
ભલે હોય ના સંપતિ તમારા કાચા ખોરડે;
પણ મન અને તનને હંમેશા વંડરફૂલ રાખો.
#CP