હું અને મારા અહેસાસ
તરહી પંક્તિ
આંખમાં ચિત્ર દોરી ગયા તે ગયા,
અધવચ્ચે આમ છોડી ગયા તે ગયા.
લાગણીઓ અમારી તે તરછોડીને,
દિલ અમારું એ તોડી ગયા તે ગયા.
"માં" યશોદાને ફરિયાદ રાધા કરે
માટલી મારી ફોડી ગયા તે ગયા.
પ્રેમમાં સાથ સાથે રહેશું સદા ,
તાર હૈયા ના જોડી ગયા તે ગયા.
સાથ સાથે રહીશું વચન તોડીને,
હાથ છોડીને દોડી ગયા તે ગયા.
૧૯-૩-૨૦૨૨
સખી
દર્શિતા બાબુભાઇ શાહ