શું ખરેખર આપનો દેશ સ્વતંત્ર છે ના આપણો દેશ સ્વતંત્ર ખરા અર્થમાં ત્યારે કેહવાશે જ્યારે સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ જાત ના ભય વિના જીવી શકશે. આપણે એવા દેશમાં જીવ્યે છીએ જ્યાં સ્ત્રીને ઉતરતા સ્થાને રાખવામાં આવી છે, અન્યાય અને અત્યાચારો સહન કરીને જ જીવવામાં નારિત્વનું ગોરવ સમજવામાં આવ્યું છે.સ્ત્રી જ્યારે લગ્ન કરીને સંસાર માંડે છે ત્યારે તેના સપનાઓનું કોઈ મૂલ્ય રેહતું જ નથી તેના સપનાઓનું સ્થાન જવાબદારી માં ફેરવાઈ જાય છે. એક સ્ત્રી જ્યારે માતા બનવાની હોય છે ત્યારે તેના ઉદરમાં શું હશે છોકરો કે છોકરી એ જાણવાની ઉત્સુકતા બધા ને હોય છે પરંતુ એ સ્ત્રીના હૃદયમાં શું છે તે જાણવાનું જરૂરી પણ લાગતું નથી. જો પુત્રી હોય તો ભાગ્યને દોષ આપવામાં આવે છે ને જો પુત્ર હોય તો ખુશી માનવે છે. એમાં પણ જો પુત્રના જન્મ પછી પુત્ર મોટો થઈ ને કંઇક મોટું કામ કરે તો પિતાના સંસ્કારના ગુણ ગાવામાં આવે અને જો એ જ પુત્ર કોઈ ખોટું કામ કરે તો માતા ના લોહીને દૂષિત ગણવામાં આવે. શું આ જ છે આપણા સમાજની વાસ્તવિકતા? આપનો દેશ ખરેખર સ્વતંત્ર ત્યારે થશે જ્યારે એક નારીને માન સ્મમાન ભર્યું જીવન મળી રહે..
#Alwyas smile 😊❤️
✍️ Meera soneji