પ્રથમ અક્ષર ' મા ' છે, છતાં એ વંઠેલ છે.
ગરિમા 'મા ' ની ન જાળવી જાણે પીધેલ છે.
ભૂલી ગયું એ શાનભાનને શિયાળે આવ્યું,
નુકશાનીમાં અગ્રેસર 'આવો 'ક્યાં કીધેલ છે?
વણનોતર્યા મહેમાન સમું પરાણે દસ્તક દીધી,
સૌને નફરત એના પ્રત્યે; માનવતામાં ફેલ છે.
કંટાળ્યા હવે તો લોકો આફતની વણજારથી,
એને અવનીનો આ રસ્તો કોણે ચીંધેલ છે?
આભેથી વરસી આપદા કિસાનોને મૂંઝાવી,
હરિ આ શું આદર્યું ! આ તે કેવો ખેલ છે ?
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.