સવાલ
એ પૂછે છે કે શું જોઈએ તને આપી દઉં તત્કાળમાં
કેમ કઉ એને કે તું જોઈએ વર્તમાનમાં
લઈલે મારી જમીન-જાગીર ને ધન-દોલત
પણ કેમ કઉ એને કે તું રહીજા મારી સંગાથમાં
લઈલે મારું કઠોરપણું તારી પાસમાં
પણ કેમ કઉ એને કે દેતીજા તારું કોમળપણું મારા હાથમાં
પૂછે એ આ બધું શું છે,તું છે તો ખરીને ભાનમાં ??
કેમ સમજાવું એ ઘેલી તને, તારા વગર જીવન છે રાખમાં
વળી વળી ને પૂછે એજ સવાલ
શું જોઈએ તારે તે આપી દઉં તત્કાળમાં ?
ફરી ફરી ને હું કઉ કે તું જ જોઈએ જીવનકાળમાં
છતાંયે લઈલે મારી તમામ જીત તારી પાસે
અને મોકો આપ હારવાનો તારી સામે
લઈલે મારી જાતને તારી સાથે જિંદગીની વાટે
સોપીદે તારી જાતને મારી જિંદગીની માટે....