Quotes by Asha Valiya in Bitesapp read free

Asha Valiya

Asha Valiya

@asha09


જીવનની જાત પણ બહું માન લઈને આવે,
સાવ સરળ છતાં આંટીઘૂંટી લઈને આવે,
થોડાં દિવસો થોડી રાત લઈને આવે,
થોડાં સપનાં થોડી આશ લઈને આવે,
પુષ્પમાં મહેક પણ કાંટા લઈને આવે,
દરિયાઈ વિશાળતા પણ ખારાશ લઈને આવે,
થઈ કલાકાર થોડી કળા પણ લઈને આવે,
જેમ મીરાંના જેરમાં કાન અમૃત બનીને આવે...! ‌ ‌- આશા વળિયા

Read More

કોઇને ક્યાંય નડવું નથી,
કોઈની આંખમાં ખટકવું નથી,
જીવવું છે પોતાની મસ્તીમાં,
બસ, ક્યાંય અટકવું નથી...!

અઢળક સપનાઓ ને જતનથી સેવ્યા,
મેશ માં માંજી ને આંખે આંજ્યા,
ભીંજાયેલા પાંપણ સાથે રેળાય ને વિસ્તર્યા,
જાણે કે હોય બાળચંદ્ર અંજવાળીયાના...!!!
- આશા વાળિયા

Read More

હવે હારેલા ને ય કેટલુંક હરાવશો
ડર જ નથી જે વાત નો,
એની એ જ વાત થી કેટલુંક ડરાવશો...!!!

પર્ણો પણ બોલે, ને ફૂલો પણ બોલે...
પ્રેમ થી બેસો જો પ્રકૃતિ નાં ખોળે,તો એ પણ બોલશે
લાગણીઓ નું ભૂખ્યું છે આ જગત આખું....
વરસી પડશે એ અનરાધાર, જરા હુંફ જો આપો તો
ખોલી દેશે એ હૃદય પોતાનું,એક મોકો તો આપો...
પણ હૃદય સ્પર્શવા બીજાનું, પેલાં પોતાનું ખોલવું પડે...!!!
- આશા વળિયા

Read More