જય ભોળાનાથ સૌ પરિજનોને...
કેમ છો બધાં? ભોળાનાથની કૃપાથી બધાં સુખમય રહો,શાંતિમય રહો...
મારે આજે વાત કરવાની ગત ત્રણ-ચાર દિવસો વિશે.
વ્હાલાઓ આપણી વાત થઇ હતી કે આપણે સોળ સંસ્કારોનું એક એક કરીને જ્ઞાન પ્રાપ્ત કરીશું.અને આમ આપણે આ જ્ઞાનયજ્ઞની શરુઆત કરી હતી. પણ આવામાં એક ઘટના બની, છેલ્લા બે વર્ષોથી બંધ રહેલ મારા ભોળાનાથનું ધામ એવું પૃથ્વી પરના સ્વર્ગ એવું "કેદારનાથ ધામ"ના દ્વાર અલ્પ સમય માટે ખોલવામાં આવ્યા છે.
બસ એમ માનો કે આ જીવને શિવનું તેડું આવી ગયું. અને મારે જવાનું થયું. હા આજે ૩૦ તારીખે રાત્રે ૮ વાગ્યે હું કેદારનાથ ધામ જવા નિકળીશ.
આ કારણે મારે એક સામટી બધી સંસ્કારનું વર્ણન કરતી પોસ્ટ મૂકવી પડી. એ બદલ હું ક્ષમાપ્રાર્થી છું...🙏🙏🙏
અને આમેય આપણા પૂર્વજો "હેમાળે હાડ ગાળવા" કેદાર ધામ જ જતા. અને ઘેરથી કહીને જ જતા કે," હવે પાછું વળવાનું નથી. ભાદરવે મારું કારજ કરી જ નાખજો." આથી જ કેદારધામને આખરીધામ પણ કહેવાય છે.
તો શું ખબર ભવિષ્યમાં આપણો સંવાદ થાય ન થાય અને આ સોળ સંસ્કારોનું જ્ઞાન અધૂરું રહી જાય તો...? એ હેતુસર મેં બધી પોસ્ટ એક એક દિવસ ના મૂકતાં એકસામટી મૂકી દીધી છે.
આશા કરું છું કે આપ સૌ સમઝશો મારી વાતને... સમયની રજા હશે તો આપણે ફરી મળીશું. અને હાઁ કદાચ મારાથી કોઇ ભૂલ-ચૂક થઇ ગઇ હોય અને કોઇનું હ્રદય દુભાયું હોય તો અંત:કરણથી ક્ષમાપ્રાર્થી છું....
આ સાથે સૌને જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....🙏🙏🙏