આજે એકાંત ને મેં માણ્યું
કરી બે વાતો ખુદ ની સાથે
મન માં ચાલતા લાગણીઓ ના મોજાંઓને
વહાવ્યા વિચારો બની દરિયા સાથે
ઉછળતા મોજા સમી આવતા વિચારો
રોકાયા બે ઘડી કિનારા પાસે
હજુ થોડી ક્ષણ રહે કિનારે
એ પહેલાં તો ચાલ્યા ફરી એ નીર સાથે
વિચારોને સરખાવી મેં મનાવ્યું મનને
ને ફરી ચાલ્યા જીવન માં ભરતી ને ઓટ સાથે
સાથે કોણ છે આ સફર માં મારી સાથે
ખબર નથી છતાં જીવું છું હું મારી સાથે
માણ્યો એકાંત મારી સાથે
થઈ જાણ કે ખુદ સિવાય કોઈ નથી સફર માં ખુદની સાથે.
-Janki Savaliya