ભીખ માંગવી સારી વાત નથી'???
હા એ સારી વાત નથી' ,જયારે પેટ માટે મહેનત કર્યા વીના ભીખ માગીએ, પણ મહાવીર ગૌતમ બુદ્ધ રાજપાટ છોડી, ભીક્ષુક બન્યા, અભીમાન અહંકાર નામના રાક્ષક્ષ નો વીનાશ કર્યો ,અને મનપર વીજય મેળવ્યો, સંત દેવીદાસ બાપા પરબવાળા એ કુષ્ઠ રોગના દર્દીઓ ને આશરો આપ્યો, અને એમની ભુખ મીટાવવા રામ રોટલો ભીખમાગી લાવતા, અને તેમના આ સદકાર્ય જોયી એક રાજવી કન્યા ભર જુવાનીમાં સાસરે જતા અર્ધ વચ્ચે પરબવાળા સંત ની સાક્ષીએ ભગવો ધારણ કરી એ રક્ત પીતીયાનો આશરો બની,
મારા વાલા....જન્મતો એમનો શફળ બન્યો, અમર બાઈ અમર બન્યા , પણ આપણે માયાના ફંદમા થી કયારે બહાર નીકળીશું.??