સમયના સથવારે ચાલવામાં ઘણીવાર બધું ગમતું મુકી દેવું પડે છે, દરેકના જીવનમાં કંઈક તો છુટે જ છે, પછી એ ગમતી વ્યક્તિ હોય કે ગમતી પ્રવૃતિ,ગમતું સ્થળ હોય કે ગમતી વસ્તુ. હરહંમેશ ભાગવાની એક એવી દોડ હોય છે કે એ કંઈક છુટતું આપણે ધ્યાન માં પણ નથી લેતા,એક એક નાની નાની આવી ક્ષણોથી જ તો જીવન બને છે. આપણે કોઈને જોઈએ અને એવું ફીલ થાય કે આમનું મોઢું તો હંમેશા ફુલાયેલું જ હોય છે તો એવું ના લાગે કે કેટકેટલું છુટયું હશે એમનાથી અને અજાણતાં જ આપણે પણ એ તરફની દોડ લગાવતા જ હોઈએ છીએ. કાંઈક બાહ્ય માટે હૈયાને મળતા હરખને અળખામણો કરી જ દઈએ છીએ. વધારે નહી પણ શાંતિથી બે ક્ષણ બેસીએ ત્યારે ખબર પડે ના ગમતું વિચારવામાં અને જરુર વગર દોડવામાં જીવવાનું તો બાકી જ રહી ગયું છે.