Down the memory lane.
મને આ પાંચ વડાપ્રધાનો નાં અવસાન અલગ રીતે યાદ રહેશે.
ઈન્દિરાજી ની હત્યા તો રેડીઓ પર મેચ વચ્ચે સાંભળી પણ એ પછી એક બાજુ તોફાન ફાટી નીકળ્યા બીજી તરફ મારા 3 મહિનાના પુત્રને ગળું કે તાળવું બેસી ગયું. એક નાગર પેડીઆટ્રીશિયન અવનીશ બુચ એ શટર અર્ધું ખોલી બાબો ટ્રીટ કરેલો.
રાજીવ ગાંધી વખતે 21 મે,મારી લગ્નતિથી.પતંગ માં જમી ઘેર આવતા બહાર ટાઈમ્સ ઓફિસ પર 'રાજીવ નો મોર 'પટ્ટી જોઈ. 10 વાગે રાતે ખાસ લોકો આશ્રમરોડ પર એ વખતે ન હતા. આજની જેમ રાતે બહાર ઓછા નીકળતા.
શાસ્ત્રીજી વખતે શિયાળો ,જાન્યુઆરીની સવાર અને 66 નું વર્ષ,હું નાનો. સગડી તાપતો હતો,રેડીઓમાં સાત વાગે ઓચિંતું કરુણ સંગીત શરૂ અને એનાઉન્સમેન્ટ.લોકોમાં હાહાકાર મચી ગયેલો. છડે ચોક ખૂન થયું એમ કહેતા હતા.
એમની અને નહેરુ ની સ્મશાન યાત્રાની કોમેન્ટ્રી રેડીઓ પર આવે એ ભાવનગર ના ગાંધીસ્મૃતિ ની બહાર માઇક મૂકી પ્રસારિત કરેલી ને ટોળાં ભેગાં થયેલા કેમ કે બધા ને ઘેર રેડીઓ પણ ન હતા.
નહેરુ ની ભર બપોરે ખબર આવેલી.લોકો કદાચ એ માટે તૈયાર હતા.એમના પ્રશસ્તિ ગીતો ખૂબ પ્રસારિત થયેલાં જેવા કે મેરી આવાજ સુનો, ફૂલ.ખીલેગા બાગ મેં જબતક ગુલાબ કા.. ફિલ્મી ભાટ ચારણો ઉમટી પડેલા.
મોરારજી 100 વર્ષની ઉંમરે ગુજરી ગયા એક માત્ર એ વખતે 4 દિવસ રજા પડેલી. અગ્નિસંસ્કાર દિલ્હી,મુંબઇ,વલસાડ કે અમદાવાદ ક્યાં કરવો એ ગજગ્રાહ. ટીવી પર લાઈવ અગ્નિ સંસ્કાર બતાવ્યા જે કદાચ ઈન્દિરાજી વખતે માત્ર રેડીઓ કોમેન્ટ્રી હતી,દેશ માં ટીવી હોવા છતાં. ટીવી બહુ ઓછા ઘેર હતાં એ પણ બ્લૅક વ્હાઈટ.
વાજપેયી તો બપોરથી ખબર આવતા હતા,સાડાપાંચે ફ્લેશ જોયો ન જોયો ત્યાં વોટ્સએપ પર જાત જાતના શોક સંદેશ નો ધોધ.
દરેક વખતે સંસ્કૃતિ અલગ. પ્રસારણ અને પબ્લિક ના રિએક્શન અલગ.