ઉનાળા માં ગરમી અને શિયાળામાં ઠંડી 24 કલાક પડ્યા જ કરે પણ ચોમાસું તો જાણે કુદરતની સરપ્રાઇઝ ગીફ્ટ છે,ગમે ત્યારે વરસે જાણે કેમ ઉપરથી આશીર્વાદ વરસાવતા હોય,આખા દિવસનો થાક ક્ષણભરમાં ઓગળી જાય,સાથે સાથે આપણને એ દિવસોની યાદમાં લઈ જાય જે વરસો થી કયાંક દફનાઇ ગયા હોય,જે સાચે જીવવા જેવા હોય,માણવા જેવા હોય,પણ બધી પળોજણમાં દટાઈ ગયા હોય.સ્ટ્રેસ માટે દવા લઇએ એના કરતા આ ઓરીજનલ મુડ સ્ટેબીલાઈઝર કેવું! ઠીક તો કરી દે સાથે ખુશ પણ. બારીમાંથી દેખાતા અને શરુ થતાં એ વરસાદનાં છાંટા મને થનગનાવા કાફી છે,મન એક અલગ જ મહેકથી ભરાય જાય, જાણે એને અતર બનાવી એક બોટલ માં ભરી લઉં. વરસાદમાં ભીંજાવું એટલે વરસો પછી કોઈક વ્હાલસોયું મળવું,કોઈ હોય કે ના હોય વરસાદ નાં એ છાંટા બધાની કમી પુરી કરી દે, માત્ર સુખનો સાથીદાર નથી એ દુઃખના આંસુ ઓગાળનારો સધીયારો પણ છે,ચુકી જવા જેવી આ મોસમ નથી.