ખોબો ધરી મેં તો માગ્યું તું ઈશ પાસે.
ઝોલી ભરી દીધું મારાં આંગણિયે જી રે...
સુનું હતું જે મન મમતાં વિહોણું કાલ,
અવતાર લક્ષ્મીનો ધરી કર્યું પાવન જી રે...
તરસ્યાં એ નયનો ને વાદળી છલકાતી મળી,
સુનાં એ ઉપવનમાં ફૂલડાં ની ફોરમ ભળી જી રે...
દીકરી ની માત બનાવી મહેર મારી પર કરી,
આશિષ પાથરી મુજ જીંદગી સાર્થક કરી જી રે...
નાચ્યું આજ હૈયું હરખનાં હિંડોળે,
થઈ શાંત ઉરની ઉર્મિઓ જી રે...
@mi..
-Amita Jadav