સમજજો મંદીરમાં ભલે દાન આપો પણ સાચી જરૂરત પૈસાની કયા છે, તમારી આસપાસ ના જરુરીયાત મંદ ગરીબ લાચાર વૃધ્ધ કે બીમાર અશ્ક્ત લોકો, અબોલા પશું પંખીઓ, જેના શરીર પર પહેરવાં શરીર ઢાકવા કપડા વસ્ત્રો નથી', પગે પહેરવા ચપ્પલ નથી, બાળકોને ભણવું છે પણ ફી નથી કે પુસ્તકો લાવવાના પૈસા નથી, કે ઘરની લાચારીના લીધે ભણવાની ઉમરે નોકરી કરવી પડેછે તેવા ગરીબ બાળકો, બીમાર લોકો કે જેની પાસે સારવારના પૈસા નથી, એમને મદદ કરો,
હજારો બ્રહમાડના માલીકને કયા ખજાને ખોટ છે?? એ કયા ભુખ્યો પણ છે? ભગવાનને ઘરી ૩૨ જાતના પકવાન પરસાદી ભુખ્યા ગરીબ લોકોને આપજો તો ભગવાન ખરેખર રાજી થશે.