કહે છે તું મને હું બદલાઈ ગઈ..
પણ, ક્યારે જાણવાની કોશિશ કરી, હું શા માટે બદલાઈ ગઈ.!?
સંત થઈ પ્રવચન આપવા સહેલા હોય છે..
તારા પ્રવચનોને અમલમાં મૂકે તો માનું..
કાગળની હોડી જેવું નસીબ લઈને
સાગર પાર કરે તો માનું..
કહેવું ઘણું જ સહેલું હોય,
કરી બતાવે તો માનું..
સપના ઘણા બતાવ્યા મને,
એકાદ સપનું સાકાર કરે તો માનું..
દરેક પરિસ્થતિ એ મેં સાથ તને આપ્યો છે,
મારા પ્રેમની લાજ રાખે તો માનું..
ઘડી ઘડી કહીને મારું જ માન મેં ગુમાવ્યું છે,
પણ એમાં પણ તારી ભલાઈ જ સમજી મેં તને કહ્યું હતું..
આ ના સમજાતી લાગણીઓ સમજે તો હું માનું.. Radhe Radhe
-Darshana Hitesh Jariwala