ભાઈ યાર આજે તો યાદ કરી લે!!
યાદ ઍ કોઇ ફરિયાદ નથી, અને ફરી કોઇ ની યાદ નથી,
સ્વીકારું છુ યાદ ઘણી આવી, કારણ કામ ના છે ઍ તો સાંભળ,
સ્થિત સ્થગિત દિવસોમાં દરરોજ, નાની સહી પણ વાત થતી.
ખૂબ કામ મા હોવ છતા 5મિનિટ તો 5 મિનિટ ની ઍ વાત થતી,
હાલ ખોટો સમય છે કે છે કંઈક ભુલ મારી,
ના ભુલ તો નથી, કારણ બધી ભુલો માફ છે આ મિત્રતા મા.
સ્થિત વસ્તુ પણ ગતિ મા આવવાનો વિરોધ કરે છે,
તો પછી કેમ શાંત રહે આપણી મિત્રતા ની નદી ?
બસ હોઇ શકે છે આ કારણ વાત કરવાનુ,
ચાલ કરુ છુ મેસેઝ મિત્ર માનીને,
આપ રિપ્લાય દોસ્ત માનીને.