Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી.’

જુઓ તો ખરા ! મહાનલની જ્યોતમાંથી નભમાં ચંદ્ર સળગ્યો, સૂરજ સળગ્યો ને આકાશની આખીય અટારી ઝળહળી ઊઠી. ઉપર આટલું બધું ને નીચે મારી નાનકડી સગડીને એક તણખોય નહીં ? અલ્પ માનવી ને એની અલ્પ યાચના એની સામે વિરાટ મહાનલ ને એને વિરાટ સંપત્તિની વહેંચણીમાં આ પક્ષપાત શાને ? સામાન્ય રીતે દુન્યવી જીવોને સંસારની વિપત્તિઓ નડે – સંતાનની, સંબંધોની, કીર્તિની, ધનની તેના અભાવની કે તેણે આપેલાં કષ્ટોની પણ કવિની વિપત્તિ આગવી. ચારેબાજુના તત્વોને મળેલી જ્યોતિ અત્યાર સુધી પોતાને ન સાંપડી એ કવિને મન મોટી વિપત્તિ, ઘોર આપત્તિ. આટલો જ ફરક જગતમાં ને ભગતમાં, માગણમાં ને ફકીરમાં. બંનેની ફેલાયેલી અંજલિની અપેક્ષામાં.🙏

Gujarati Poem by Umakant : 111725069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now