વાત વ્હેતી હોય વ્હેતી રહેવા જ દો
જાત બ્હેકી જાય બ્હેકી રહેવા જ દો,
થાય કોયલનાં ઘટામાં ,મીઠા કૂજન,
ગુંજતા કુહુ એમ, ટહુકી રહેવા જ દો.
જો બગીયનની તું ફોરમ,ચારે તરફથી,
છૉળ વાસંતીને, મ્હેંકી રહેવા જ દો.
સાંવરો ઘનઘોર , ઘેરો આનંદ માં,
મોરલાની ગ્હેક ,ગ્હેકી રહેવા જ દો.
જો અદબથી પેશગી છે ,આનંદ અહિં,
દિલની ચાહત એમ ચ્હેતી રહેવા જ દો
-મોહનભાઈ આનંદ