The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવનનો સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે સફળતાને માત્ર જીત સાથે અને મહાનતાને માત્ર શક્તિ સાથે જોડી દઈએ છીએ. પરંતુ પ્રકૃતિ આપણને કંઈક અલગ જ શીખવે છે. નદી પોતાની તાકાતથી નહીં, પરંતુ સતત વહેતી રહેવાની ધીરજથી પથ્થરને કાપે છે. એ જ રીતે મનુષ્ય પણ એક જ દિવસમાં મહાન બનતો નથી ,વર્ષો સુધીના નિઃશબ્દ સંઘર્ષ, અસંખ્ય નિષ્ફળતાઓ, ત્યાગ, ધીરજ અને પોતાના કર્તવ્ય પ્રત્યેની અડગ નિષ્ઠા તેને મહામાનવ બનાવે છે. જીવનમાં એવો સમય દરેકના જીવનમાં આવે છે, જ્યારે માણસ તૂટી જાય છે પણ ભાગી શકતો નથી. ત્યારે તેને માત્ર થંભીને પોતાની જાતને ઘડવી પડે છે. કદાચ ઈશ્વર એ જ ક્ષણોમાં આપણું ભાગ્ય આપણું વ્યક્તિત્વ લખી રહ્યા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન આ સત્યનો જીવંત પુરાવો છે. તેમણે ગોકુલ મથુરા છોડી અને દ્વારિકા વસાવી, કારણ કે કર્તવ્ય તેમના માટે વ્યક્તિગત સુખ કરતાં હંમેશાં મોટું હતું. ઘણા લોકો પૂછે છે “દુનિયાને માર્ગ બતાવનાર પોતાની દ્વારિકાને કેમ ન બચાવી શક્યા?” પરંતુ કદાચ એ જ શ્રીકૃષ્ણનો સૌથી ઊંડો સંદેશ હતો. તેમણે શીખવ્યું કે સર્જન જેટલું જ વિસર્જન પણ પ્રકૃતિનો ધર્મ છે. જે જન્મે છે તે એક દિવસ પરિવર્તિત થાય છે જે રચાય છે તે એક દિવસ વિલીન પણ થાય છે. આ સત્યથી કોઈ ઉપર નથી. એટલે જો આજે જીવન આપણને થંભાવી રહ્યું હોય, તો તેને હાર ન માનશો. કદાચ આ વિરામ જ આપણી સૌથી મોટી તૈયારી છે. “અશક્ય” શબ્દ માત્ર મૂર્ખોના શબ્દકોશમાં જ મળે છે, કારણ કે ઇતિહાસ હંમેશાં તેઓ જ લખે છે, જેઓ સંઘર્ષની આગમાં પણ પોતાના ધર્મ, પોતાના મૂલ્યો અને પોતાના સપનાઓને જીવંત રાખે છે. તેથી કર્તવ્યના માર્ગ પર અડગ રહો, ધીરજને પોતાનો સાથી બનાવો અને સમય પર વિશ્વાસ રાખો, કારણ કે… “सर्वोत्तमम् अद्यापि आगमिष्यति।” સર્વશ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે….
hi જય શ્રી કૃષ્ણ આજે ઘણાં સમય પછી કંઈક લખવાનું મન થયું. કારણ સ્પષ્ટ નહોતું, માત્ર અંદરથી ઊઠતો એક નરમ અવાજ હતો. ઘણા વિચારો લાંબા સમયથી મનની અંદર શાંતિથી સચવાઈ રહ્યા હતા, બોલવાની રાહ જોતા. લાગ્યું કે જો આ વિચારો અહીં જ અટકી જશે તો કદાચ ભાર બની જશે, અને જો લખાઈ જશે તો હળવા થઈ જશે.. વિચાર આવ્યો કે શબ્દો કાગળ પર ઉતરે તો કદાચ માત્ર યાદ બનીને ન રહે, પરંતુ કોઈ માટે સહારો બની જાય. કારણ કે દરેક વિચાર વ્યક્તિગત હોવા છતાં, પીડા અને સંઘર્ષ સૌના માટે સમાન હોય છે. ક્યાંક કોઈ એવું હશે જે આજે અર્જુનની જેમ દ્વિધામાં ઊભો હશે સાચું જાણતો, છતાં આગળ વધતાં ડરતો. એવા સમયે જો આ શબ્દો સુધી પહોંચે, તો કદાચ એટલું યાદ અપાવી શકે કે જે થવાનું છે તે પહેલેથી જ સમયની ઊંડાઈમાં લખાઈ ચૂક્યું છે. માનવી કર્તા નથી, માત્ર સાધન છે. મહાભારતનું યુદ્ધ માત્ર ભૂતકાળની ઘટના નથી તે તો દરરોજ મનની અંદર ચાલે છે. સામે શત્રુ નહીં, પરંતુ પોતાના જ પ્રશ્નો, પોતાની જ લાગણીઓ ઊભી હોય છે. ત્યારે ગીતા યાદ અપાવે છે કે કર્મથી ભાગવું એ શાંતિ નથી, પરંતુ કર્તવ્ય સ્વીકારવું જ સાચી મુક્તિ છે. ઈશ્વર કરાવે છે, મનુષ્ય માધ્યમ બને છે આ સત્ય સમજાતાં જ ભય ધીમે ધીમે ઓગળી જાય છે. જેમ કલમ પોતે લેખક નથી છતાં શબ્દોને જીવંત કરે છે, તેમ માનવી પણ કોઈ મહાન યોજનાનો એક નાનો પરંતુ જરૂરી ભાગ છે. આ સમજ સાથે જીવન જીવાતું હોય ત્યારે જવાબદારી ભાર નથી લાગતી તે એક યાત્રા બની જાય છે. કદાચ એ જ કારણે આજે લખવાનું મન થયું—કારણ કે કેટલાક શબ્દો માત્ર કાગળ પર ઉતરવા માટે નહીં પણ કોઈના હૃદય સુધી પહોંચવા માટે જન્મે છે. અને અંતે કોઈ નિષ્કર્ષ કાઢવાની જરૂર નથી. જીવનને સમજાવી શકાય એટલું સરળ નથી, અને લખાયેલા શબ્દો પણ બધું કહી શકતા નથી. આજે માત્ર એટલું પૂરતું છે કે જે અંદર દબાઈ ગયું હતું તે શબ્દ બની બહાર આવી ગયું. હવે એ શબ્દો ક્યાં જશે, કોણ વાંચશે, શું અસર કરશે—એ બધું છોડવામાં આવે છે. કારણ કે સાચા વિચારોને દિશાની જરૂર નથી, તેઓ પોતાનો માર્ગ શોધી લે છે. અહીં લખાણ પૂર્ણ થાય છે, પરંતુ ભાવ હજુ જીવંત રહે છે—શાંતિમાં, સ્વીકારમાં અને એ વિશ્વાસ સાથે કે જે થવાનું છે તે પોતે જ પોતાની જગ્યાએ પહોંચશે. અને અંતે કોઈ નિષ્કર્ષ કાઢવાની જરૂર નથી. કારણ કે જ્યાં છો, જેવા છો, એ જ ક્ષણે પરમતત્વ તમને જોઈ રહ્યું છે અને સાંભળી રહ્યું છે—કોઈ પ્રશ્ન વગર, કોઈ માપદંડ વગર. હવે આ શબ્દો ક્યાં જશે, કોણ વાંચશે, શું અસર કરશે—એ બધું જાણવાની જરૂર પણ નથી. એક ઊંડો શ્વાસ લો, અંદર સુધી ભરાઈ જાય એટલો, અને પછી ધીમે ધીમે છોડી દો. મનને શાંત થવા દો, હૃદયને હળવું થવા દો. જીવનને બહુ સમજાવવાની જરૂર નથી; બસ તેને જીવો શાંતિથી, શ્રદ્ધાથી, અને એ પરમતત્વની સાથે જે હંમેશા સાથે જ છે.
શું માત્ર શહીદોની સહાદત અમર બલિદાનની ચિંતા કે ભાષણ માત્રથી તેમને શ્રદ્ધાંજલિ આપી શકાય ? સહાદત દેદીપ્યમાન હોય છે જે સાંભળી ને લોકો થોડીવાર માટે ચકાચોધસ થઈ જાય છે, દુઃખ વ્યક્ત કરે છે, ઉત્તેજિત થઈ જાય છે પણ પછી મૂર્દની નો શિકાર બની સુસ્ત પડી જાય છે આપણે આ શહીદોની સ્મૃતિ માં જયંતિ અથવા પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ તો અર્પણ કરિયે છીએ પરંતુ તેમનું અનુકરણ કરવા માટે તૈયાર નથી થતા સમાજના તમામ ખૂણેથી લોકો કહે છે '"શિવાજી મહાન હતા" પરંતુ આપણો દીકરો શિવાજી બને એવી કામનાં આ સમાજ ક્યારે નથી કરતો પાર્થ "સ્વ' ની સોધ
સ્પર્ધા સતત મારા સફર માં છે જો ફાવી શકો તો આવો રજૂઆત જુદી લાવી શકો તોજ આવો છપ્પનની છાતી રાખી પડકાર નાર ઘણા ઉભા છે છપ્પન ની છાતી સામે આવી શકો તોજ આવો
દુર્ગમ જન્ગલો અને ઉંચા પર્વતોને જયારે તમે સર કરી લેશો અને પછી જયારે તમે અંતિમ ઉચ્ચાઈ ને પણ જીતી લેશો ત્યારે તમને લાગશે કે કોઈ ફર્ક નથી હવે તમારા માં અને પથ્થરો ની કઠોરતા માં જયારે તમે આ બધા તોફાનો માં અડગ રેહશો અને થરથરશો નહિ ત્યારે તમને લાગશે કર કોઈ ફરક નથી હોતો જીતવામાં અને અંત સુધી હિમંત ન હારવાના
hunger ,poverty. injustice ,inequality i've seen so much pain that my pain and my comfort seem to little i've decided to make an effort to find solutions to the problems of our country I will be happy to be Ram's squirrel
ઝરણું કેટલો અલ્પ પ્રવાહ એનો નાદ નહીં ,નિનાદ નહીં અને સરોવરો જેવી વિશાળતા પણ નઈ સમુદ્ર જેવું તોફાન નઈ, નદી જેવી ગતિ નઈ તો પણ આ ઝરણું કેટલું આત્મ સંતોષી છે કોઈ કોલાહલ નઇ માત્ર નીરવ શાંતિથી વહેતુ જીવનનો મંત્ર શીખવતું, અને અવિરત અવોરધો થી લડતું પડતું,આખડતું, અને પોતાનો રસ્તો ખુદ બનાવતું આખરે એ નદીને મળતું કલ કલ ગાતું હતું અને જાણે એવું લાગ્યું મને જીવન ના ઘણા બધા પ્રશ્ન ના જવાબ આપતું હતું. પાર્થ “સ્વ ની શોધ”
હૈ કૃષ્ણ..... જાણે કે આ વિચારોનુ તોફાન મને વિખેરી રહ્યું છે સવારનો સુરજ પણ ભ્રમણ કરતો રહ્યો અને ભ્રમીત પણ આ વિચારો નો પ્રવાહ જાણે જીવન ના મૂળભૂત પ્રશ્નો ને ઉભા કરે છે હું જાણુ છું ભવિષ્ય માં આવવા વાળી બધીજ પરિસ્થિતિ અત્યારે તો ભાવીના ગર્ભ માં વાસ કરી રહી છે પણ દુનિયાની સમક્ષ હું ક્યાં કિરદાર થી પ્રસ્તુત થઇ એ સવાલો નું વાવાઝોડું જાણે મારી સ્થિરતાને વિખેરી રહ્યું છે મારા અંતરમન ની અખંડ ધારા સફળતાના માર્ગ સાથે જાણે એટલી હદે જોડાઈ ને વણાઈ ગઈ છે કે હવે કોઈ વિરામ કે કોઈ મુકામ અસંભવ છે ખેર ...જીવન મહત્વ નો આ એક ભાગજ છે ક્યારેક ઉત્કૃષ્ટ આનંદ તો ક્યારેક અતિ વિશાદ શું વિચારો ની આ તીતર બીતર અવસ્થાજ તો મારા વ્યક્તિત્વ ના નવશર્જનનો આધાર નથી ને ?
બહારથી શાંત દેખાવા માટે અંદર થી બવ લડવું પડે છે
અત્યારે ભારત વર્ષ ને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિ નો સંચાર કરે એવી,વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હમેશા મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશા એમજ ચાલવાનું.અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો,રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતર થી સાચા બનીએ આ પરિસ્થિતિમાં યુવા વર્ગે જાગૃત થવાનું છે, સમાજ ને સાચવાનો છે.અજ્ઞાની લોકો ભલે બકવાસ કરે આપણે કોઈની સહાય માંગતા પણ નથી ચારિત્ર્ય નું ઘડતર યુગોના પુરુસાર્થ પછી થાય છે હતાશ નથી થવાનું સત્યનો એક શબ્દ પણ ક્યારેય વ્યર્થ જતો નથી, સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહેશે. પણ વહેલું કે મોડું અવશ્ય પ્રકાશમાં આવશે આપણે સાચા માણસોની જરૂર છે વટલેલા ટોળાની કઈ જરૂર નથી અંબરનું આહવાહન છે, આ ભૂમિની પોકાર છે. ખોવાયેલા છે રસ્તા બધા હવે પાર્થને લલકાર છે ટૂટી છે માનવતા અહીં આશુરી જાગી છે શક્તિઓ હુંકાર છે હર દંગ છે, ગર્વિષ્ઠતાની જંગ છે અહંકારની દીવાલ છે, સપનાઓ નો સંઘાર છે સમતાઓ ની વાતો તો ભ્રષ્ટ છે હવે એકાત્મજ નષ્ટ છે આશુઓ ની ધાર છે ચારે દિશા અંધાર છે ખોવયેલા છે રસ્તા બધા હવે પાર્થને લલકાર છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser