હું એક સ્ત્રી છું.
વહાલ કરો તો મલકાઉં ને અવગણો તો ઉશ્કેરાઉં છું.
લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી,
એટલે જ વારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું.
મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે,
ને ક્યારેક એ જ સ્મિતથી સમાધાન પણ કરું છું.
પરિચય બધાનો રાખુ છું,
અને પરચો પણ પરિચયને અનુરૂપ આપું છું.
એમ તો મને વાતો અનલીમીટેડ કરવી ગમે છે પણ
કદિક મૌન અને અબોલાથી ય વાત કરુ છું.
દુનિયાદારીની ગતાગમ નથી બહુ એટલે જ,
પિયરને પાછળ મૂકી સાસરિયાની દિશામાં પ્રયાણ કરુ છું.
ક્રોધ, અહંકાર, છળ-કપટ મને પણ આવડે છે,
પરંતુ ત્યાગ, એકતા અને અનુકુળતાનું માધ્યમ બનીને જીવન માણું છું.
પુરુષને સાહસ અને સફળતામાં સતત સાથ આપું છું
મારી સફળતાનો શ્રેય પુરુષને પણ આપું છું.
કારણ કે, હું એક સ્ત્રી છું....!!