Quotes by Megha in Bitesapp read free

Megha

Megha

@megha195043
(24.6k)

*"હું" એકલો "બોલી" શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "વાતો" કરી શકાય.*

*"હું" એકલો "આનંદ" *માણી શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.*

*"હું"* *"સ્મિત" કરી શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.*

*આજ "સુંદરતા" છે "સંબંધો"ની.*

*સંબંધો બંધાય છે સ્નેહથી*,
*વિકસે છે વ્હાલથી*,
*પણ*
*સચવાય છે માત્ર "સમજણથી"......*


*ગમતા સંબંધો સાચવી રાખજો ,*
*જો એ ખોવાશે તો*
*ગૂગલ પણ નહીં શોધી શકે...!!!*

*દરેક સારા સંબન્ધ માં એક*
*સારા માણસ નું રોકાણ હોય છે.*

*"આ વર્ષનુ છેલ્લુ અઠવાડિયુ છે, આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.."*
- Megha

Read More

જિંદગીનું સૌથી
લાંબુ અંતર
એક મન થી
બીજાના મન સુધી
પહોંચવાનું છે.
          
- Megha

સચવાઈ રહે,તેને સંબંધ કહેવાય,
સાચવવા પડે,તેને વ્યવહાર કહેવાય.!!                     
          
- Megha

દુનિયા પણ અજીબ છે મીઠાં થાવ તો ગળી જાય, કડવા થાવ તો થૂંકી નાંખે, ખોવાઇ જાવ તો ગોતવા નીકળે, સામા મળૉ તો મોઢા ફેરવે..

         
- Megha

Read More

સંસાર નું સૌથી મોટું ન્યાયાલય આપણું પોતાનું મન છે  કારણ કે
મનને બધી જ ખબર છે કે શું સાચું અને શું ખોટું છે.
         
- Megha

Read More

સંબંધો ક્યારેય કુદરતી રીતે તૂટી શકતા નથી, તેઓ હંમેશા વ્યક્તિના અહંકાર, વર્તન અને ઉપેક્ષા દ્વારા નાશ પામે છે.                 
          
- Megha

Read More

કોઇપણ સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર છે કે સલાહકાર કોણ છે,
કારણ કે
દુર્યાધન નો સલાહકાર શકુની મામા હતો અને અર્જુન ના શ્રીકૃષ્ણ હતા.                 
          
- Megha

Read More

જવાબદારી ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે, છોડને મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લિલાછમ રહેવું પડે છે..

          
- Megha

Read More

કડવા અનુભવોથી જે શીખવા મળેને એ કોઈ પુસ્તક ન શીખવી શકે કે ન કોઈ વ્યક્તિ સમજાવી શકે, જીવનમાં સૌથી મોટો ગુરૂ પરિસ્થિતી જ હોય છે...!!!

        
- Megha

Read More

માણસોની જરૂરિયાતનું પણ કેવું..!! સંબંધ હોય ત્યાં સુધી પેરેગ્રાફ માં નહીંતર પછી હાંસિયામાં...!!

         
- Megha