આ લાખેણા શબ્દો ને કોણ જાણે,
બે મીઠા બોલ ની કિંમત કોણ જાણે.
નથી જોતી અમારે ધન અને દોલત,
અમારી આ મનની વાત ને કોણ જાણે.
હશું અમે તમારે મન દોલત મંદ,
પણ અમારી પરસેવાની દુર્ગંધ કોણ જાણે.
તમારે તો, બોલી ને પણ પોતાનાં આંસુ ઠાલવવા છે,
અમારા ન બોલવાના પાછળ ના આંસુ કોણ જાણે.
અમે તરી ગયા ને,
તમે રહી ગયા એ ભાવના જ તમારી ખોટી છે,
અમારી પરોપકાર ની સફર ને કોણ જાણે.
તમારે તો કડવી વાણી જ સર્વો પરી છે,
અમારા પ્રેમ ભર્યાં શબ્દો ને ગુણ ની કિંમત "સ્વયમભુ" કોણ જાણે.
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ