*લૂ ઝરે લૂ ઝરે*
લૂ ઝરે લૂ ઝરે.....
સૂરજદાદા તું આ શું કરે!.....
બ્યુટીપાર્લરમાં ઉજળા કર્યા થોબડા,
બહાર નીકળ્યાને થઈ ગયાં કાળા,
અમારાં પૈસાના પાણી તું કાં કરે!,
સૂરજદાદા તું આ શું કરે!,
પંચાતિયાઓને થઈ પડી ભારી,
કયાં જઈ કરવી તારી મારી,
કીટીપાર્ટી હવે તેની કયાં કરે!,
સૂરજદાદા તું આ શું કરે!......
લૂ ઝરે લૂ ઝરે,
સૂરજદાદા તું આ શું કરે!......
કાજલ કાંજિયા 'ફિઝા'