ઈચ્છા તૃષ્ણા મનરૂપે જોતાં માળો છે,
જીવે બાંધ્યો સાચે ,અહંકારી ગાળો છે.
આકાશે ઉડવાને, તત્પર છે મન પંખી,
પાંખો પ્રસરાવી કે, મનોરથનો તાળો છે
રંગ ને રૂપ જરા જોતાં કાન્હો કાળો છે,
આકર્ષણ માં કામણગારો રૂપાળો છે.
બાંધેલી ગ્રંથીનો , છુટકારો કેમ થશે?
પ્રેમાળ છે પત્ની નટખટ કોઈ સાળો છે.
આનંદે રાખ્યા , વસુધૈવ કુટુંબી ભાવો,
ને જો કોરોના, કેવો કાંકરી ચાળો છે.
-મોહનભાઈ આનંદ