મા !
કદી તને એવું લાગે કે લોકો એ તને વહેંચી લીધી છે,
તો મા ! એમ સમજી લેજે કે...
તું પપ્પાની પત્ની છે, મારી અને બંને બહેનોની મા છે, માસી અને મામાની બહેન છે. નાના - નાનીની દીકરી, કાકાની ભાભીમા, કોઈની ખાસ દોસ્ત અને દાદા - દાદીની વહુ છે.
મા ! તને વહેંચી નઈ લીધી.
મા ! આ બધા પાત્રોથી તારું ચરિત્ર સંપૂર્ણ બને છે !
મા ! તું થાકી અને કંટાળી જાય છે, પણ તારો પ્રેમ ભરેલો રહે છે. તારું મન સાચવવા કોઈ તૈયાર નથી મા !
બસ આટલું જ છે.
તું મન દુઃખ ના કર, તારો દીકરો છે !
- દાર્શનિક
(આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)
#લાલીમા