વાવાઝોડું લાવી વરસવાનું કારણ શું છે.!?
આમ અચાનક તારા આગમનનું કારણ શું છે.!?
અણધાર્યો મહેમાન બની આવ્યો તો છે તું,
આમ ગ્રીષ્મને ભૂલવાનું કારણ શું છે.!?
રોજ યાદોમાં તો મને ધોધમાર ભીંજવે છે તું,
અચાનક વરસી વેદના વિસ્તારવાનું કારણ શું છે.!?
હૈયે વગર આગાહી ઉઠતું ચક્રવાતી તોફાન છે તું,
પછી આગાહી કરીને તબાહી મચાવવાનું કારણ શું છે.!?
વરસનો વિરહ ને આંખોની પ્રતીક્ષા છે તું,
તારી શાન ભૂલી મૌસમ બદલવાનું કારણ શું છે.!?
દર્શના રાધે રાધે