Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જનમ તારા થકી મને મળ્યો,
નવ મહિના તારી કોખમાં રહ્યો,
પણ દિલમાં તો હમેશાં જ રહ્યો,
એ "મા" હું છું તારો પડછાયો.

ભીને સુઇને તેં સૂકે સુવાડ્યો,
કોળિયો ચાખી મિઠો ખવરાવ્યો,
હર કોળિયો પહેલાં તેં ચાવ્યો,
એ "મા" હું છું તારો પડછાયો.

આંગળી પકડી ચાલતાં શિખ્યો,
જીવનપથ પર તેં ફૂલો પાથરયાં,
લાગી ઠોકર તો તેંજ સંભાળ્યો,
એ "મા" હું છું તારો પડછાયો.

જમાનાની નજરથી બચાવવા,
ગાલે કાળો ટીકો લગાવ્યો,
ઓવારણાં લઈ તેં ઉગાર્યો,
એ" મા" હું છું તારો પડછાયો.

તડકો ના લાગે જીવનમાં કદી,
પાલવથી તેં તો છાંયડો કર્યો,
તારાથી તો છે સંસાર હર્યોભર્યો,
એ "મા" હું છું તારો પડછાયો.

કેમ ચૂકવું ઋણ તારી મમતાનું?
સદા તારા ચરણોમાં જ રહું,
તોય તારો કરજદાર જ રહ્યો,
એ "મા" હું છું તારો પડછાયો.

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111703590
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now