તપન છે દિલને જો ક્યાંક એ રાગી છે.
જ્યોતિમાં ઝળહળ જો ત્યાં અનુરાગી છે;
ભડભડ આગમાં જો, લપકે છે જાણે,
પણ ખૂમારી ખરેખર ની જાગી છે;
મૃગજળ પાછળ , દોડ લગાવી જો,
ઈચ્છા અધુરી, જો પ્યાસ લાગી છે;
રાગી અનુરાગી, વિતરાગી પણ જો,
સંકલ્પોમાં અંધ થઈને ત્યાં ભાગી છે;
આનંદ માં જીવન ,પ્રેમ સ્વરૂપે જોને,
કુરબાન દિલમાં જો ફિતરત માંગી છે;
-મોહનભાઈ આનંદ