ગામઠી દુહા કહેવત રૂપે.
“કાવા દાવા કર ચૂકો,કરો બૂરાઇ કામ,
એક દી એવો આવશે,નહિ રહે નામ નિશાન”
“વગર કારણે આમ તેમ, ખાલી ધક્કા ખાય,
ઉદ્યમ કાંઇ કરે નહિ,એ મૂરખ કહેવાય.”
“ વાત વાત હસતો ફરે,ખડ ખડ હસે અપાર,
બોલાવ્યા વિણ બોલતો, ઇ પણ અંક ગમાર.”
“સહજ વાતમાં સર્વ પર ખોટો કરેછે ખાર;
વેર વધારે વિશ્વમાં, ગણવો એહ ગમાર.”