Gujarati Quote in Story by Umakant

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹🌹🌹પ્રભુનો સ્ટોર*...!!! ખુલ્લો છે 🌹🌹🌹

રોડના કિનારે એક દુકાન પર લખ્યું'તું :
"પ્રભુનો સ્ટોર"
કુતુહલપૂર્વક ત્યાં જઈને,
મેં ખખડાવ્યું'તું ડોર,

દરવાજે એક ફરિશ્તો ટોપલી લઈને આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો,
એણે સરસ સમજાવ્યો,

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો :
"સાંભળ ભાઈ,
જે જોઈએ તે ભેગું કરીને,
લઇ આવ તું અહીં"

કદાચ પડે જો ટોપલી નાની,
તો બીજો ફેરો કરજે,

નિરાંત જીવે ખરીદજે,
ને ઘરને તારા ભરજે,

પ્રથમ સ્ટોલમાંથી ૨-૪ પેકેટ,
*ધીરજ* મેં લીધી,

*પ્રેમ અને ડહાપણ* ની સાથે,
*સમજણ* પણ ખરીદી,

૨ બેગો ભરી *શ્રદ્ધા* લીધી,
*માનવતા* કેમ વિસરું ?

થયું કે થોડી *હિંમત* પણ લઇને,
પછી જ બહાર નીકળું,

*સંગીત, શાંતિ અને આનંદ,*
ડિસ્કાઉન્ટ રેટે મળતા,

*પુરુષાર્થ* ની ખરીદી પર,
મફત મળતી'તી *સફળતા*,

*ભક્તિ* મળતી'તી સ્કીમ પર,
*પ્રાર્થના* ના પેકેટ સાથે,

લેવાય એટલી લીધી મેં તો,
વહેંચવા છુટ્ટે હાથે,

*દયા-કરુણા* લઇ લીધી,
મળતી'તી પડતર ભાવે,

થયું કે બંને જો હશે,
તો ક્યારેક કોઈને કામ આવે,

ટોપલી મારી ભરાઈ ગઈ'તી ,
જગ્યા રહી'તી થોડી,

*રહેમ* પ્રભુની મળતી'તી,
એ કેમ દઉં છોડી ?

કાઉંટર પર પહોંચીને પૂછ્યું,
"કેટલા પૈસા થયા ?"

ત્યારે *ફરિશ્તા* ની આંખોમાં,
પ્રેમના અશ્રુ આવી ગયા,

બોલ્યો :
"વહેંચજે સૌને આ,
કરતો ના સહેજે "ઢીલ",

*પ્રભુ એ ખુદ હમણાં જ,*
*ચૂકવી દીધું તારું "બિલ"🌹

Gujarati Story by Umakant : 111695757
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now